New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/23203435/1-14.jpg)
ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકા ખાતે આવેલ જય માતાજી વિદ્યામંદિર શાળાના બાળકો માટે “બાળ આનંદ મેળા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલિયા ખાતે આવેલ જય માતાજી વિદ્યામંદિર શાળામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના સહકારથી બાળ
આનંદ મેળાનું આયોજન કરવામાં
આવ્યું હતું. જેમાં ખાણીપીણીના
સ્ટોલ, તોરણ-ટોડલિયાના સ્ટોલ, હાર, ચાકડા, ફૂલ, વરિયાળી દ્વારા શુસોભિત કરી શણગારેલી બોટલો જેવી બાલિકા
શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ સાથે વિદ્યાર્થીનીઓ દ્વારા વેચાણ અર્થે પણ મૂકવામાં આવ્યું હતું.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી દ્વારા અવનવી
મનોરંજક રમતો પણ રજૂ કરવામાં આવી હતી. જય માતાજી વિદ્યામંદિર શાળા ખાતે યોજાયેલ બાળ આનંદ મેળામાં વાલિયા
તેમજ આજુબાજુના ગામમાંથી મોટી સંખ્યામાં પધારેલા આમંત્રિતોએ બાળ આનંદ મેળાની મજા માણી હતી.