ભરૂચ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ.ચૌહાણનું હાર્ટ એટેકથી મોત, સ્ટાફે આપી શ્રદ્ધાંજલી

New Update
ભરૂચ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ.ચૌહાણનું હાર્ટ એટેકથી મોત, સ્ટાફે આપી શ્રદ્ધાંજલી

ભરૂચ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન અને છેલ્લા ૨૫ વર્ષ ઉપરાંત થી ફરજ બજાવતા ડોક્ટર ચૌહાણનું હૃદય રોગના હુમલાથી નિધન થવા પામ્યું હતું.

સ્વભાવે ખુબજ પ્રેમાળ અને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં આવતા દર્દીઓની સેવા અર્થે હર હમેશ તત્પર રહેતા ભરૂચ સિવિલ હોસ્પિટલના જનરલ સર્જન ડૉ.આર.એ.ચૌહાણને તેમના નિવાસ્થાને ગત રાત્રીના ૧૧ વાગ્યાની આસપાસ અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમને ૧૦૮ મારફતે સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં હોસ્પિટલના હાજર તબીબોએ તેમને મરણ જાહેર કર્યા હતા. અચાનક ડો. ચૌહાણની વિદાયથી ભરૂચ સિવિલ હોસ્પિટલના સ્ટાફ તેમજ મિત્રવર્તુળમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.

પોતાના સારા સ્વભાવ માટે જાણીતા ડૉ.ચૌહાણના પાર્થિવ દેહને આજરોજ ભરૂચ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં દર્શનાર્થે મુકવામા આવ્યો હતો.જ્યાં સિવિલ હોસ્પિટલના તમામ તબીબો,નર્સો અને બાકીના તમામ સ્ટાફ દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.