ભાઇ - બહેન અને ભાઇ - ભાભીના ફોટાવાળી રાખડીની બોલબાલા

New Update
ભાઇ - બહેન અને ભાઇ - ભાભીના ફોટાવાળી રાખડીની બોલબાલા

ભરૂચમાં રક્ષાબંધનના પર્વ પહેલાં અવનવી ડીઝાઇનની રાખડીઓનું વેચાણ થઇ રહયું છે. ત્યારે ભાઈ -બહેન અને ભાઈ - ભાભી ના ફોટા વાળી રાખડીની બોલબાલા જોવા મળી રહી છે.

રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈના હાથા ઉપર રાખડી બાંધી તેની રક્ષા અને દીર્ધાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. આ વર્ષે રાખડીઓમાં પણ ભાઈ બહેનના તથા ભાઈ અને ભાભીના ફોટા વાળી રાખડીઓની માંગ વધુ પ્રમાણ માં જોવા મળી રહી છે.રોજની ૧૫૦ થી ૨૦૦ જેટલી રાખડીઓ બનાવવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે.

ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ ઉપર બાલારામજી ને બહેન લક્ષમીજીએ રાખડી બાંધી બલરામજીની રક્ષા થાય તેવી મનોકામના કરી હતી ત્યારથી જ શ્રાવણી પૂર્ણિમા ના દિવસે સમગ્ર ભારત દેશમાં બહેનો પોતાના ભાઈ ની રક્ષા માટે તેના હાથની કલાઈ ઉપર શુતરના તાતણને રાખડી સ્વરૂપે બાંધીને રક્ષાબંધન ની ઉજવણી કરતા હોય છે.ત્યારે ટેક્નોલોજી ના યુગ માં અને ઈન્ટરનેટના યુગમાં હવે ભાઈ બહેનના પોસ્ટર વાળી રાખડીઓ એ ભારે આકર્ષણ જમાવ્યું હતું.ત્યારે ભાઈ ના લગ્ન બાદ ભાભી ને પણ રાખડી બાંધવાનો મહિમા રહેલો છે. ત્યારે ભાઈ સાથે ભાભીની પણ રક્ષા થાય તે માટે રક્ષાબંધનમાં ભાઈ ને રાખડી બાંધ્યા બાદ ભાભી ને પણ રાખડી બાંધવામાં આવે છે. બહેનો પણ ભાઈ ભાભી સાથે ના પોસ્ટર વાળી રાખડી બનાવી રક્ષાબંધન માં પોતાના ભાઈ ભાભી ને પણ પોસ્ટર વાળી રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવા થનગની રહી છે.