New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/12/maxresdefault-140.jpg)
ભાજપનાં નેતા સુબ્રમણિયમ સ્વામી પરિવાર સાથે ગુજરાતનાં પ્રવાસે આવ્યા છે, તેઓ દીવ એરપોર્ટ પર આવી પહોંચતા ભાજપનાં નેતાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
દીવ એરપોર્ટ થી સુબ્રમણિયમ સ્વામી પરિવાર સાથે સોમનાથ મહાદેવનાં દર્શન અર્થે ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ સોમનાથ મંદિરે રાજકીય નેતાઓનો ભારે જમાવડો રહ્યો છે.
પીએમ નરેન્દ્ર મોદી, ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતનાં દિગ્ગ્જ નેતાઓએ પણ સોમનાથ મહાદેવનાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.