New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/01/BJP-releases-first-list-for-punjab-polls.jpg)
4 ફેબ્રુઆરીના રોજ પંજાબમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે 17 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે.
જેમાં સુજાનપુરથી ધારાસભ્ય દિનેશ સિંહ બાબુ, ભોઅથી સીમા કુમારી (SC), પઠાનકોટથી અશ્વિની શર્મા, જાલંધરથી કે.ડી.ભંડેરી અને દસુયાથી સુખજીત કૌર શાહીને રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાન જે.પી.નડ્ડા એ અન્ય ઉમેદવારોના નામ જણાવ્યા હતા જેમાં દીનાનગરથી વી.ડી.ધુપડ (SC), પશ્ચિમ અમૃતસર થી રાકેશ ગીલ (SC), સેન્ટ્રલ અમૃતસરથી તરુણ ચુઘ, પૂર્વ અમૃતસરથી રાજેશ હની અને મુકેરિયનથી અરુણેશ શાકર ચૂંટણી લડશે.
આ સિવાય હોશિયારપુર, લુધિયાણા સેન્ટ્રલ, પશ્ચિમ લુધિયાણા , ઉત્તર લુધિયાણા , ફિરોઝપુર , અબોહર, અને રાજપુરાના ઉમેદવારોના નામની પણ જાહેરાત કરવામાં આવી છે.