Connect Gujarat

ભારતની મહિલા હોકી ટીમનો એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ

ભારતની મહિલા હોકી ટીમનો એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ
X

ભારતની મહિલા હોકી ટીમે સેમી ફાઈનલમાં જાપાનને 4 - 2થી હરાવીને એશિયા કપની ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. રવિવારે રમાનારી ફાઈનલમાં ભારતનો મુકાબલો ચીન સામે થશે. ચીને બીજી સેમી ફાઈનલમાં 3 - 2ના રોમાંચક મુકાબલામાં સાઉથ કોરિયાને હરાવ્યું હતુ.

ભારત મહિલા એશિયા કપમાં એકમાત્ર 2004માં વિજેતા બન્યું હતુ. જ્યારે 1999 અને 2009માં ભારતને રનર્સઅપ ટ્રોફી મળી હતી. યજમાન જાપાન સામેનો મુકાબલો ભારતીય મહિલા ટીમ માટે આસાન રહ્યો નહતો.

જોકે સુશીલા ચાનુની આગેવાની હેઠળની ભારતની મહિલા ટીમે જબરજસ્ત દેખાવ કરતા યજમાનોને બે ગોલના અંતરથી પરાજય આપ્યો હતો. ભારતે આક્રમક શરૃઆત કરી હતી અને ગુરજીત કૌરે ત્રણ મિનિટમાં બે ગોલ ફટકારીને ભારતને સરસાઈ અપાવી દીધી હતી. આ પછી ગણતરીની પળોમાં નવજોત કૌરે પણ ગોલ નોંધાવ્યો હતો.

ભારતે મેચ પર પોતાની પકડ મજબુત કરતા 3 - 0થી સરસાઈ મેળવી લીધી હતી. જાપાને આ પછી વળતો હૂમલો કરવાનો પ્રયાસ કરતા બે ગોલ ફટકાર્યા હતા. જોકે ભારતે 3 - 1થી સરસાઈને જાળવી રાખી હતી. આ પછી ભારતની જીતને સુનિશ્ચિત કરતો ગોલ લાલરેમ્સીમીએ ફટકાર્યો હતો. આ સાથે ભારતે 4 - 2થી જીત મેળવી હતી.

શ્રેણી જીવંત રાખવા માટે વિલિયમસનની ટીમે જીતવું જરુરી છે. જેના કારણે ભારતે ન્યુઝીલેન્ડના જોરદાર વળતા હૂમલા માટે સજ્જ રહેવું પડશે.રાજકોટમાં ટી - 20 મુકાબલો સાંજે 7 વાગ્યાથી શરૃ થશે.

Next Story
Share it