ભારતે પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

New Update
ભારતે પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

ભારત દ્વારા ઓડિશાના ચાંદીપુર ટેસ્ટ રેન્જથી પૃથ્વી 2 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યુ હતુ,આ મિસાઈલ પરમાણુ શસ્ત્ર લઇ જવા માટે સક્ષમ છે.

સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ જમીન થી જમીન પર હુમલો કરતી આ મિસાઈલની રેન્જ 350 કિ.મી સુધીની છે.પૃથ્વી 2 મિસાઈલમાં 2 પ્રોપેલર એન્જીન લાગ્યા છે અને તે 500 થી 1000 કિલોગ્રામ વજન લઇ જવામાં સક્ષમ છે.વધુમાં પૃથ્વી 2 મિસાઈલનું ભારત દેશમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે.