ભાવનગર : મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના બે વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવાયું

New Update
ભાવનગર : મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરના બે વિસ્તારમાં ગેરકાયદેસર દબાણ હટાવાયું

ભાવનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી શહેરના અનેક વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી શરૂ હોય તેને યથાવત રાખી આજરોજ ભાવનગર શહેરના બે વિસ્તારમાં ડેમોલેશન હાથ ધરવામાં આવ્યું .

આજરોજ સવારે ૧૧:૦૦ વાગ્યાના સમયે ભાવનગર શહેરના ચાવડિગેટ વિસ્તારમાં આવેલ ગેરકાયદેસર ખોડીયાર માતાજીનું મંદિર એસ્ટેટ વિભાગ દ્વારા પાડવા આવ્યુ જોકે પહેલા સ્થાનિક લોકો અને ધાર્મિક ભક્તો એ ખુબજ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા પરંતુ પોલિસે અમુક લોકોની અટકાયત કરી ઝેમખેમ મામલો થાળે પડી માતાજીના મંદિર ને જમીન દોસ્ત કર્યુ હતું .

બીજા બનાવના જાણકારીએ મુજબ છે કે બપોરના સમયે શહેરના કુંભારવાડા ખાર વિસ્તારમાં એસ્ટેટ વિભાગ પોલીસ કાફલા સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સ્થાનિક લોકોએ પોતાને કોઇ નોટીસ આપી નથી અને કાયદેસર ની જાણકારી કે સુચના પણ આપેલ નથી અને ત્યાંના રહીશોએ થોડાક દિવસ ની મુદ્દત વિનંતી સાથે માગવામાં આવતા એસ્ટેટ વિભાગ દ્વારા ડેમોલેશન રોકી દેવામાં આવ્યો.