Connect Gujarat
ગુજરાત

ભાવનગર : સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે તંત્ર દ્વારા “એકતા દોડ”નું કરાયું આયોજન

ભાવનગર : સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે તંત્ર દ્વારા “એકતા દોડ”નું કરાયું આયોજન
X

ભારત આઝાદ થયા બાદ સમગ્ર દેશને એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે એક દ્રઢ સંકલ્પ લિધો હતો. જે સંકલ્પને સાર્થક કરવા માટે ભાવનગરના નામદાર રાજા કૃષ્ણકુમારસિંહે દેશને સૌપ્રથમ પોતાનું રજવાડું સમર્પિત કર્યુ હતું.

દેશને એક રાષ્ટ્ર કરવાના સંકલ્પમાં કશ્મીર મુદ્દો સરદાર પટેલના અંતીમ સમયે એક અધુરૂ સ્વપ્ન રહી ગયું હતું . કશ્મીર મુદ્દો આજે ખતમ કરી સરદાર વલ્લભભાઈ પટેલનું સ્વપ્ન પૂરુ કરવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઇ પટેલ દેશને આઝાદી અપાવનાર તેમજ એક રાષ્ટ્ર કરનાર એક ગુજરાતી હતાં.

ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા શહેરમાં રન ઓફ યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. રન ફોર યુનિટી અંતર્ગત “એકતા યાત્રા”ને ઉપસ્થિત મહેમાનો દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્ય મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ) અને યાત્રાધામ મંત્રી વિભાવરી દવે, ભાવનગર મહા નગરપાલિકા કમિશ્નર એમ.એ.ગાંધી, જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણા ભાવનગર રેન્જ આઇ. જી. અશોકકુમાર યાદવ, પોલિસી મહા અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, જિલ્લા વહિવટી અધિકારી, સ્ટેડિંગ કમિટીના ચેરમેન જયપાલસિંહ ગોહિલ, ભાવનગર મેયર મનહર મોરી તેમજ મોટી સંખ્યામાં વિવિધ સામાજિક સંસ્થાના આગેવાનો અને ભાવનગર પોલિસ સ્ટાફ જોડાયો હતો.

Next Story