Connect Gujarat
ગુજરાત

ભિલોડાના વાંકાનેર નજીક ખેતરમાં મહાકાય અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ : વનવિભાગે અજગરને પકડ્યો

ભિલોડાના વાંકાનેર નજીક ખેતરમાં મહાકાય અજગર દેખાતા ગામ લોકોમાં ફફડાટ : વનવિભાગે અજગરને પકડ્યો
X

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંકાનેર ગામમાં ખેતરમાં મહાકાય અજગર દેખા દેતા ખેતર હતપ્રત બન્યા હતા અને વનવિભાગ તંત્રને જાણ કરતા વનવિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ખેતરમાં દોડી આવી અજગરને પકડી કોથળામાં પુરી સુરક્ષિત નજીકના જંગલમાં છોડી મુક્યો હતો. અજગર જોવા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના સુતરીયા શૈલેષકુમાર રમણભાઈ સવારે તેમના ખેતરમાં ખેતીના કામકાજ અર્થે જતા ખેતરમાં પડેલા ૧૦ થી ૧૨ ફૂટ લાંબા અજગરને જોતા બુમાબુમ કરી મુકતા આજુબાજુના ખેતર માલિકો અને ગ્રામજનો મોટીસંખ્યામાં દોડી આવ્યા હતા. મહાકાય અજગરને નાથવો ગામલોકો માટે મુશ્કેલ જણાતાં વનવિભાગ તંત્રને જાણ કરતા તાબડતોડ વનવિભાગ તંત્રના કર્મચારીઓ દોડી આવી અજગરને મહામુસીબતે પકડી પાડી કંતાનના કોથળામાં પુરી જંગલ વિસ્તારમાં સુરક્ષિત છોડી મુક્યો હતો.

ખેતરમાં ચોમાસાની ઋતુમાં ખેતરોમાં ગાય-ભેંસ, ઘેટાં-બકરી જેવા ઢોર-ઢાંખર ચરવા આવતા હોય સાથે ખેતરોના સીમાડા પણ ખેતમજૂરો થી ધમધમતા હોવાથી પશુપાલકો અને ખેતર માલિકોમાં ફફડાટ ફેલાતા વન વિભાગતંત્ર દ્વારા અજગર પકડી પાડતાં ખેતર મલિક સહીત પશુપાલકોએ હાશકારો અનુભવ્યો હતો.

Next Story