New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/unnamed-1-1.png)
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના મશહૂર નિર્દેશક એસ એસ રાજામૌલી એ ટૂંક સમય પહેલા બાહુબલી 2 નું શુટિંગ પૂરું કર્યું છે, જાણવા મળ્યુ છે કે રાજામૌલી પોતાનો ડ્રિમ પ્રોજેક્ટ મહાભારત પર આધારિત ફિલ્મ પર કામ કરવાનું શરૂ કરી દીધુ છે.જેમાં આ ફિલ્મમાં ભીષ્મપિતા ના રોલમાં અમિતાભ બચ્ચન નજર આવી શકે છે.
ડાયરેક્ટર રાજામૌલી કેટલાક સમય થી આ ફિલ્મ બનાવવાની યોજના કરી રહ્યા હતા, જેમાં જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ માં આમિર ખાન , રજનીકાંત અને એક્ટર મોહનલાલ પણ જોવા મળશે.
સૂત્ર અનુસાર જાણવા મળ્યુ છે કે આ ફિલ્મ નું બજેટ 700 કરોડ રૂપિયા રાખવામાં આવ્યુ છે જેમાં ફિલ્મ હિન્દી , મલયાલમ, તમિલ , અને અંગ્રેજી ભાષાઓમાં શૂટ કરવાંમાં આવશે, અને ફિલ્મ નું શુટિંગ 2018 માં શરૂ કરવામાં આવશે.