મહામાના એકસપ્રેસ ટ્રેનનો પીએમ નરેન્દ્ર મોદીનાં હસ્તે થશે પ્રારંભ

New Update
મહામાના એકસપ્રેસ ટ્રેનનો પીએમ નરેન્દ્ર મોદીનાં હસ્તે થશે પ્રારંભ

આધુનિક સુવિધાઓથી સુસજ્જ અને વડોદરા - વારાણસી વચ્ચે મહામાના એક્સપ્રેસ ટ્રેનને તારીખ 22 શુક્રવારનાં રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે પ્રારંભ કરવામાં આવશે.

સુવિધાઓથી સજ્જ મહામાના એક્સપ્રેસ ટ્રેન રાજધાની અને સતાબ્દી એક્સપ્રેસ ટ્રેનની હરોળની ટ્રેન છે. અને યાત્રીઓને પણ યાત્રા દરમિયાન આરામ દાયક સુવિધાસભર યાત્રાનો અનુભવ થશે. વડોદરા - વારાણસી વચ્ચે દોડનાર ટ્રેનનો પીએમ મોદી દ્વારા પ્રારંભ કરવામાં આવશે.

મહામાના ટ્રેનનાં કોચનું ઉત્પાદન કરનાર હિન્દુસ્તાન ફાઈબર ગ્લાસ વર્કસ વડોદરાનાં સીઈઓ આશિષ પટેલે ખાસ કનેક્ટ ગુજરાત સાથેની મુલાકાત દરમિયાન ટ્રેનનાં કોચ સહિત સુવિધા અંગેની રસપ્રદ માહિતી આપી હતી.