/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/03/gudi-padwa-celebration.jpg)
દેશભરમાં ગુડી પડવો તહેવાર મનાવવામાં આવે છે આ તહેવાર બે અલગ અલગ દિવસમાં મનાવવામાં આવે છે. આ તહેવાર વિશેષ રૂપથી મરાઠી અને ગોવા ના લોકો ઉજવે છે,પોતાના પંચાગ અનુસાર મરાઠી લોકો 28 માર્ચ ના રોજ આ તહેવાર બનાવે છે.અને બીજા લોકો 29 માર્ચ ના રોજ આ તહેવાર મનાવે છે, આ તહેવાર બે તિથિઓમાં બનાવાના કારણે અમાવસ્યા સમાપ્તિ ,પ્રતિપદા પણ અલગ અલગ સમયએ મનાવવા માં આવે છે, જાણવા મળ્યુ છે કે આ તહેવાર અલગ અલગ મનાવતા લોકો 8 દિવસ સુધી નવરાત્રીની પણ ઉજવણી કરે છે.આ તહેવાર હિન્દુ કેલેન્ડરના અનુસાર નવા વર્ષની શરૂઆત દર્શાવે છે.સૂત્ર અનુસાર જાણવા મળ્યુ છે કે આ તહેવાર પૌરાણિક કથાઓમાં કહેવામાં આવ્યુ છે કે ભગવાન બ્રહ્મા એ આ દિવસે ભ્રહ્માંડ બનાવ્યુ હતુ અને માનવ સભ્યતા ની શરૂઆત થઈ હતી , જેથી આ તહેવારમાં ભગવાન બ્રહ્મા ને યાદ કરવામાં માટે ગુડી ઉપર ઉઠાવામાં આવે છે અને ભગવાન વિષ્ણુ ના આશીર્વાદ પણ મળે છે.
આ પર્વ નિમિતે શ્રદ્ધાળુઓ દ્વારા રંગોળી અને હલ્દી , કુમકુમ ની સાથે એક સ્વાસ્તિક ચિન્હ બનાવે છે.જેમાં બ્રહ્મા ની મૂર્તિને ઉઠાવીને તેમના શરીર પર બેસન અને તેલ લગાવી ને તેમને શુદ્ધ કરે છે, અને પવિત્ર થયા પછી હાથ માં ફૂલો, ગંધ ,અખંડ અને પાણી લઈને ભગવાન બ્રહ્માના મંત્રો બોલી તેમની પૂજા કરે છે, જેમાં સફેદ કપડા નીચે મૂકી તેની પર ફૂલ ,હલ્દી ,કેસર, અખંડ રંગ લઈને તેને સજાવવામાં આવે છે અને તેની ઉપર ભ્રહ્માજી ની સુવર્ણમુર્તિ સ્થાપિત કરવામાં આવે છે , પછી ૐ બ્રાહ્મણે નમઃ ના મંત્રનો જાપ કરે છે.