કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર મહિલા રેસ્લર બબીતા ફોગટ અને મહાવીર ફોગટ ભાજપમાં જોડાયા. બબીતા ફોગટ અને મહાવીર ફોગટ સોમવારે નવી દિલ્હી ખાતેના પાર્ટી કાર્યાલયમાં કાર્યકારી અધ્યક્ષ જય પ્રકાશ નડ્ડા અને કેન્દ્રીય રમત-ગમત મંત્રી કિરણ રિજિજુની હાજરીમાં ભાજપમાં જોડાયા. રમત-ગમત મંત્રીએ બબીતા અને મહાવીરના ભાજપમાં જોડાવા પર તેમનું સ્વાગત કર્યું હતું. મહાવીર ફોગટ જનનાયક જનતા પાર્ટીના સ્પોર્ટસ સેલના પ્રમુખ હતા.

મહાવીર ફોગટે જણાવ્યુ હતું કે ‘એમને નરેન્દ્ર મોદી સરકારની નીતિઓ અને કાર્યક્રમો અસરકારક લાગ્યા છે.’ આ અગાઉ બબીતાએ જમ્મુ-કશ્મીરમાંથી 370 નાબુદ કરવાના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની પ્રસંસા કરી હતી. મહાવીર ફોગટે વધુમાં જણાવ્યુ હતું કે મારા મનમાં કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન નહોતું કે કલમ 370 હટવી જોઈએ કે નહીં. હું માનું છું કે 370ના કારણે દેશ અને કશ્મીરનું સારૂં નથી થયું. આને બહુ પહેલાં જ હટાવવી જોઈતી હતી. 370 હટાવ્યા બાદ કશ્મીરમાં આંતકવાદ નાબુદ થશે. કશ્મીર વિકાસના માર્ગે આગળ વધશે

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here