મહિલા વોર્ડનની આંખમાં મરચુ નાંખી નારી સંરક્ષણ ગૃહમાંથી 14 સગીરાઓ ફરાર

New Update
મહિલા વોર્ડનની આંખમાં મરચુ નાંખી નારી સંરક્ષણ ગૃહમાંથી 14 સગીરાઓ ફરાર

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નારી સંરક્ષણ ગૃહમાંથી 14 સગીરાઓ શુક્રવારે રાત્રે ભાગી જતા નારી સંરક્ષણ ગૃહમાં દોડધામ મચી ગઇ હતી. જેમાંથી 6 સગીરાઓને શોધવામાં પોલીસ સફળ રહી હતી.

18 વર્ષથી નીચેની ઉંમરની સગીરાઓએ મહિલા વોર્ડનના આંખમાં મરચું નાંખીને ગેટની ચાવી પડાવી લીધી હતી. ત્યારબાદ સગીરાઓ ભાગી છૂટી હતી.

સાંજે આઠ વાગ્યાની આસપાસ બનેલી ઘટના બાદ પોલીસ સક્રિય થઇ હતી અને છ સગીરાઓને શોધવામાં સફળ થઇ હતી. બાકીની સગીરાઓને શોધવાનું કામ ચાલુ છે.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા સંચાલિત આ જ સંસ્થામાંથી વર્ષ 2014માં નવ છોકરીઓ ભાગી ગઇ હતી.