New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/03221136/3-1.jpg)
હાલની પરિસ્થિતિમાં મહિલાઓની સુરક્ષાએ ગંભીર બાબત બની રહી છે. છેલ્લા 1 મહિનામાં ઘણાં બાળાત્કાર અને મહિલાઓની છેડતીના બનાવ બન્યા છે. ગયા અઠવાડિયામાં જ આવા 2 તાજા બનાવ બાહર આવ્યા છે. જેમાં બરોડા અને હૈદરાબાદ ની 2 મહિલાઓ સાથે ગેંગરેપ જેવા દુષ્કર્મ આચરાયા છે. છતાં પણ પ્રશાસન ના પેટ ના પાણી હલતા ઠેર ઠેર વિરોધનો જુવાળ સર્જાયો છે.
તા.
3-12-2019 ને મંગળ વારના રોજ સાંજે 06:૦૦ વાગ્યે થી લય 07:૦૦ વાગ્યા સુધી ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે આવેલ બાબા સાહેબ આંબેડકરની
પ્રતિમા પાસે, હાજર રહીને "મહિલાઓ ની સુરક્ષા" અને "ન્યાય માટે અવાજ ઉઠાવવા માટે સમાજને
જાગૃત કરવા અને સરકાર સામે અવાજ ઉઠાવવા માટે "કેન્ડલ" માર્ચનું આયોજન
કર્યું હતું.જેમાં ભરૂચ જિલ્લાના દરેક ધર્મ અને દરેક જાતિ વર્ગ જોડાયો હતો.