મેઘરજ પોલીસે ચોરી કરેલ હુન્ડાઈ કાર સાથે લૂંટ કરવા નીકળેલ રાજસ્થાનના ચોરને દબોચ્યો

રાજસ્થાનના સીમલવાડા શહેર માંથી ચોરેલ હુન્ડાઈ આઈ-૧૦ કાર લઈ ગુજરાત રાજ્યમાં ચોરી-લૂંટ ની ઘટનાને અંજામ આપવા નીકળેલ શખ્શ પેટ્રોલિંગમાં રહેલી મેઘરજ પોલીસની સતર્કતા થી મેઘરજના ડુંડવાડા ગામ નજીકથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો
મેઘરજ પીએસઆઈ પી.ડી.રાઠોડ અને તેમની ટીમ વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ માં હતી ડુંડવાડા ગામ નજીક થી પસાર થતી નંબર વગરની આઈ-૧૦ કાર શંકાસ્પદ જણાતા કાર ચાલકને અટકાવી કારની તલાસી લેતા કાર માંથી GJ 09 BB 1882 નંબરની બે નંબર પ્લેટ મળી આવતા કાર ચાલક પ્રકાશ શંકર ડામોર (રહે, નાગરિયા પંચાલ,ડુંગરપુર) ની પૂછપરછ કરતા આઈ-૧૦ કાર તેના ગામનાજ જગદીશ કઉડા રોત અને શૈલેષ રામભાઈ રોત સાથે મળી ૩૦ જુલાઈની રાત્રીના સુમારે રાજસ્થાનના સીમલવાડા બસ સ્ટેન્ડ નજીક આવેલા દવાખાનામાં ચોરી કરવા જતા દવાખાનાના કબાટ માંથી કારની ચાવી મળી આવતા કારની ચોરી કરી હોવાનું અને કાર લઈ મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ચોરી કરવા નીકળ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે કારની કીં.રૂ.૩૦૦૦૦૦/- તથા મોબાઈલ નંગ-૨ કીં.રૂ.૫૦૦૦/- મળી કુલ રૂ.૩૦૫૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી મેઘરજ પોલીસે પ્રકાશ શંકર ડામોરને જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મેઘરજ પોલીસની સતર્કતા થી મેઘરજ વિસ્તારમાં ચોરી લૂંટની એક ઘટના બનતી અટકાવવામાં સફળતા મળી હોવાની સાથે ધંબોલા (રાજ) પોલીસ સ્ટેશન પ્રકરણ સંખ્યા ૧૬૨/૧૯ ઇપીકો કલમ-૩૭૯ મુજબનો ગુન્હો શોધી કાઢવામાં સફળતા મળી હતી.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 632 નવા કેસ નોધાયા, 384 દર્દીઓએ આપી કોરોનાના...
1 July 2022 4:32 PM GMTકેન્દ્ર સરકારના બોરવેલ અંગે જારી કરેલા ફરમાન સામે અંકલેશ્વર જનજાગૃતિ...
1 July 2022 3:33 PM GMTસુરત : યુક્રેનવાસીઓએ વરાછામાં પ્રથમવાર નીકળેલી રથયાત્રામાં જમાવ્યું...
1 July 2022 3:01 PM GMTઅમરેલી : જેસિંગપરા-વડી કેનાલના ભૂંગણામાં દીપડી સહિત જોવા મળ્યા 2...
1 July 2022 1:15 PM GMTભરૂચ : પુરી પછીની સૌથી પૌરાણિક રથયાત્રા, ફુરજા વિસ્તારમાં સમસ્ત ભોઈ...
1 July 2022 12:52 PM GMT