New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/JPHtSrSI.jpg)
આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિસદ દ્વારા ગૌરી વ્રતના જાગરણની રાત્રીએ મોડાસા શહેરના મેઘરજ રોડ પર આવેલા ઉમિયા માતાજી મંદિર પરિસરમાં રાસ ગરબા અને હિન્દૂ સંસ્કૃતિનું માહત્ય સમજાવતા અને રાષ્ટ્ર પ્રેમની ભાવનાને જાગૃત કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
જેમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓ જોડાઈ હતી. આ પ્રસંગે માલાબેન રાવલ, ઉમિયા મંદિરના ઉપ પ્રમુખ ચંદુભાઈ પટેલ, મંત્રી અંબાલાલ પટેલ, મંદિરના પૂજારી વિષ્ણુ પ્રસાદ, જીલ્લા મહિલા પરિસદના કાંતાબેન પટેલ સહીત અરવલ્લી જીલ્લા આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.