Connect Gujarat

મોદીને જંગલમાં જીવતા શિખવાડનાર બિયર ગ્રીલ્સ કોણ છે ?

મોદીને જંગલમાં જીવતા શિખવાડનાર બિયર ગ્રીલ્સ કોણ છે ?
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ડીસ્કવરી ચેનલ પર પ્રસારિત થતાં મેન વર્સીસ વાઇલ્ડના એપીસોડમાં દેખાવા જઇ રહયાં છે. તેમણે શો ના એન્કર બીયર ગ્રીલ્સ સાથે ઉત્તરાખંડના જંગલોમાં સમય ગાળ્યો છે. તો આવો જાણીએ બીયર ગ્રીલ્સ વિશે

ડીસ્કવરી ચેનલ પર તમે એક યુવાનને જંગલોમાં રખડતો, કયારેક દરિયો ખેડતો તો કયારેક જીવન ટકાવી રાખવા ભોજન બનાવતો જોયો હશે. જંગલી જાનવરોની વચ્ચે રહેવા ટેવાયેલા બીયર ગ્રીલ્સનો જન્મ ઇગ્લેન્ડના પાટનગર લંડનમાં 7 જુન 1974ના રોજ થયો હતો. તેના દાદા નેવિલ ફોર્ડ ઇગ્લેન્ડમાં ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમી ચુકયાં છે. બીયર ગ્રીલ્સનું બાળપણ ઉત્તર આર્યલેન્ડમાં વીત્યું હતું. ત્યારબાદ તેનો પરિવાર ઇગ્લેન્ડના બ્રેમ્બીજમાં સ્થળાંતરીત થઇ ગયો હતો. નાનપણના દિવસોમાં બીયર તેના પિતાની સાથે ચઢાણ અને સેઇલીંગની કળા શીખવા લાગ્યો હતો.

તેણે લંડનની બ્રિકબેક યુનિવર્સીટી અને એટોન કોલેજમાંથી બે સ્નાતકની ડીગ્રી મેળવી છે. તેણે બ્રિટનના ભૂમિદળમાં ટ્રુપર તરીકે પણ ફરજ બજાવી છે. બીયર ગ્રીલ્સનું બે વાર પોસ્ટીંગ ઉત્તરી આફ્રિકા ખાતે પણ કરવામાં આવ્યું હતું. 2004માં તેને લેફટન્ટન્ટ કમાન્ડરની રેન્ક આપવામાં આવી હતી. 1998માં તેણે વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાની સિધ્ધિ મેળવી હતી. તેના સાહસોમાં નોર્થ એટલાન્ટીક દરિયાને પાર કરવાનો પણ સમાવેશ થવા જાય છે. 2000ની સાલમાં તેણે સારાહ કનીંગ સાથે લગ્ન કર્યા હતાં અને ત્રણ સંતાનોનો પિતા બન્યો હતો. તેણે લેખક, ટેલીવીઝન એન્કર સહિતની ભૂમિકાઓ પણ સુપેરે ભજવી છે.બીયર ગ્રીલ્સને વન્ય જીવનને લગતા અનેક શો હોસ્ટ કર્યા છે જેમાંથી એક મેન વર્સીસ વાઇલ્ડ પણ છે. ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં જીવતા કેવી રીતે રહેવું તેની માહિતી તેના શોમાંથી મળી રહી છે. તેણે વન્ય જીવન સંબંધી અનેક પુસ્તકો પણ લખ્યાં છે. નાના અને મોટેરાઓમાં રોમાંચ જગાવતાં મેન વર્સીસ વાઇલ્ડના શોમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળશે.

Next Story
Share it