/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/DI3SzFXV4AEIBai.jpg)
કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી એક દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે,અને તેઓનું અમદાવાદ એરપોર્ટ પર પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પ્રભારી અશોક ગેહલોત સહિતનાં નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.
રાહુલ ગાંધીએ અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટનાં ઇવેન્ટ સેન્ટર ખાતે સંવાદ બેઠક યોજી હતી. જેમાં તેઓએ કોંગ્રેસનાં હોદ્દેદારો, કાર્યકર્તાઓ, કોંગ્રેસનાં નેતાઓને સંબોધન કરીને ચૂંટણીમાં ઉમેદવારો અંગે ટુંક સમયમાં નિર્ણય લેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.
રાહુલ ગાંધીએ આ તબક્કે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને જણાવ્યું હતુ કે મોદી સરકાર સરમુખત્યાર અને મિડીયા પર દબાવ લાવનાર સરકાર છે, મોદી મનની વાત કરે છે પરંતુ કોઈની વાત સાંભળતા નથી. જ્યારે મોદીને રૂપિયા 500 અને 1000ની નોટો સારી ન લાગી એટલે નોટબંધી કરી તેમ જણાવીને જીડીપીનો દર ઓછો થવાનું કારણ નોટબંધી હોવાનું જણાવીને શાબ્દિક પ્રહારો કર્યા હતા.