મોબાઈલ ફોન વડે પીએફ ઉપાડવાનું ટૂંક સમયમાં શક્ય બનશે

New Update
મોબાઈલ ફોન વડે પીએફ ઉપાડવાનું ટૂંક સમયમાં શક્ય બનશે

કર્મચારી ભવિષ્ય નિધિની સેવાઓ ને ડિઝીટલાઇઝેશન સાથે કેન્દ્ર સરકારે જોડયા બાદ હવે PFની મોબાઈલ એપ સાથેની સુવિધા શરુ કરવામાં આવશે.આ એપ થી તેના ખાતેદારો રૂપિયા ઉપાડી શકશે તે હેતુ ઉમંગ મોબાઈલ એપ શરુ કરવાની તૈયારી કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયે દર્શાવી છે.

પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશનની સેવાઓને ઓનલાઇન કરવામાં આવી છે.કેન્દ્રીય શ્રમ રોજગાર મંત્રી બાંડારૂ દત્તાત્રેયએ લોકસભામાં એક લેખિત જવાબમાં જણાવ્યુ હતુ કે PFની સેવાઓ ને યુનિફાઇડ મોબાઈલ એપ સાથે સાંકળવામાં આવશે, દાવાઓ ઓનલાઇન મેળવવા માટે (ઉમંગ ) એપ આવશે, જોકે આ બાબતે હજી કોઈ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી.પરંતુ ઉમંગ મોબાઈલ એપ થી PF ખાતેદારોને તેની સેવા સરળતા થી મળી રહેશે તેવો દાવો પણ કરવામાં આવ્યો છે.