યાત્રાધામ બેટ દ્વારકાના હાજી કિરમાણી પાસેના દરિયામાં રાજકોટના જેતલસર ગામના બે યુવાનો ડૂબ્યા

New Update
યાત્રાધામ બેટ દ્વારકાના હાજી કિરમાણી પાસેના દરિયામાં રાજકોટના જેતલસર ગામના બે યુવાનો ડૂબ્યા

યાત્રાધામ બેટ દ્વારકાની હાજી કિરમાણી નજીકના દરીયા કિનારે નાહવા પડેલા બે યુવાનો દરીયામાં ડુબ્યા હતા. ઈદના બિજા દિવસે રાજકોટ તાલુકાના જેતલસર ગામના મુસ્લિમ પરીવાર ફરવા માટે આવ્યો હતો. જેમાં કુલ 17 લોકો હાજી કિરમાણી દરગાહના દર્શન કરી દરીયામા કિનારે ફરવા આવ્યા હતા. જેમાં નિજામ શાહ હનીફશાહ શાહ મદાર, ઉ. 23 અને રજત સિકંદર બ્લોચ ઉ.17 ,રહે. જેતલસર જંકશન,તા જેતપુર,રાજકોટ. નામના બે યુવાનો દરિયામાં ડૂબ્યા હતા કુલ 17 માથી 11 મહિલા અને 6 પુરૂષ ફરવા આવ્યા હતા આ બનાવની જાણ બેટ દ્વારકા મરીન પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. સાથે જ ઓખા ફાયર અને ઓખા મરીન પોલીસની ટીમ દ્વારા યુવાનોની શોધ ખોળ કરવામા આવી રહી છે.