રણવીર સિંહ 1983નાં ક્રિકેટ વિશ્વકપ પર બનતી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

New Update
રણવીર સિંહ 1983નાં ક્રિકેટ વિશ્વકપ પર બનતી ફિલ્મમાં મુખ્ય પાત્ર ભજવશે

ભારતે પ્રથમ વખત 1983માં ક્રિકેટ વિશ્વકપ મેળવ્યો હતો. જેના પર આધારિત ફિલ્મ બનવાની તૈયારી થઇ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહએ સમયનાં ટીમનાં કેપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવતો જોવા મળશે.

આ ફિલ્મમાં એ દર્શાવવામાં આવશે કે કઇ રીતે નવાસવા કેપ્ટન કપિલ દેવેે ભારતને વેસ્ટ ઇન્ડિઝને માત આપી વિશ્વકપ જીત્યો. આ ફિલ્મ આવતા વર્ષે 2019માં રીલિઝ કરવામાં આવશે. તાજેતરમાં એક કોન્ફરન્સમાં રણવીર સિંહ સાથે કપિલ દેવ તેમજ અન્ય ક્રિકેટરો હાજર હતા.

જેમાં કપિલ અને રણવીર વચ્ચે બહુ હળવાશ જોવા મળી હતી. પહેલા એવી વાત હતી કે આ ફિલ્મ કપિલ દેવની બાયોપિક હશે પરંતુ હવે એવું માલૂમ થાય છે કે ભારતને વિશ્વકપ જીતાડવામાં કપિલની આવડત દર્શાવામાં આવી છે.