રાજકોટઃ આ હેવાને લીધો હતો 8 વર્ષનાં માસુમનો ભોગ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

New Update
રાજકોટઃ આ હેવાને લીધો હતો 8 વર્ષનાં માસુમનો ભોગ, પોલીસે કરાવ્યું રિકન્સ્ટ્રક્શન

સુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવાના બદ ઈરાદે ગળે ટુંપો દઈને 8 વર્ષના માસુમની હત્યા કરી નાંખી હતી

રાજકોટમાં 8 વર્ષના બાળકની અપહરણ અને હત્યા મામલે આરોપી બીટ્ટુ હાલ પોલીસ રિમાન્ડ પર છે. ત્યારે ભક્તિનગર પોલીસે આરોપીને ઘટના સ્થળ પર લઈ જઈ પંચનામું કરાવ્યું હતું. તો સાથે જ હત્યા કઈ રીતે કરી હતી તે બાબતનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું.

શુ હતો સમગ્ર મામલો

બિટ્ટુ ભક્તિ નગર પોલિસ સ્ટેશન વિસ્તારમાં રહે છે. બિટ્ટુએ સુષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરવાના બદ ઈરાદે ગળે ટુંપો દઈને 8 વર્ષના માસુમની હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ બાળકની લાશને કોથળામા નાંખી રાજકોટ ગોંડલ હાઈવે પર ફેંકી દીધી હતી. શહેરના રૈયા રોડ પાસે ઝૂંપડાંમાં રહેતા અને મૂળ મધ્ય પ્રદેશના હાલ મજૂરી કામ કરતા ઈમાનભાઈ બારીયાના 8 વર્ષના પુત્રનું 1 દિવસ પહેલાં સોરઠીયા રોડ પર આવેલ પવનપુત્ર ચોક નજીકથી અપહરણ થયું હતું. જે બાબતે ભક્તિનગર પોલીસે અપહરણની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

દરમિયાન મોડીરાત્રે ત્રણેક વાગ્યે ભક્તિનગર પોલિસને તપાસ દરમિયાન બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મામલે પાડોશી શખ્સ બીટુની સંડોવણી હોવાની શંકાએ પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા તેને આ નિર્મમ કૃત્યને અંજામ આપ્યાનુ કબુલ્યુ હતુ.. એસીપી ભરત રાઠોડના જણાવ્યા પ્રમાણે બાળક કૌટુંબિક સબંધી જૈમલભાઈના ઘેર રહેતો હતો. તેમજ છેલ્લા 7 મહિનાથી પડોશમાં બીટુની દુકાનમાં સુવા જતો હોવાનું સામે આવ્યું છે. તેમજ મૃતક બાળક સહિત જૈમલના અન્ય બાળકો પણ બીટુની દુકાનમાં જ સુવા માટે જતા હોવાનું ખુલ્યું હતું.