New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-387.jpg)
આજે દેશભરમા 20માં કારગિલ દિવસની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વિજ્યોત્સવ ની યાદ તાજી કરવા રાજકોટમાં પણ આજે કારગીલ દિવસની ઉજવણી શહેરની અલગ અલગ 30 જેટલી શાળામાં કરવામાં આવી રહી છે.
જેમાં વિરાણી હાઈસ્કૂલ ખાતે આજના દિવસે અનોખી ઉજવણી કરવામાં આવી હતી.. વિરાણી હાઇસ્કૂલ માં 350 જેટલા વિદ્યાર્થીઓ અને NCC કેડેટ્સ દ્વારા 350 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે રેલી યોજી હતી જેમાં વિદ્યાર્થીઓની સાથે માજી સૈનિકો પણ જોડાયા હતા આ રેલીનું પ્રસ્થાન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરાવવામાં આવ્યું હતું.. આ તકે માજી સૈનિકો એ જણાવ્યું હતું કે હાલ ના સમયે ફોજ માં સારી સુવિધા આપવામાં આવી રહી છે તો વધુ ને વધુ યુવાનો સેનામા જોડાય તે દેશના હિતમાં છે.