રાજકોટમાં પાટીદારોએ હાર્દિક પટેલનાં પુતળાનું કર્યુ દહન

New Update
રાજકોટમાં પાટીદારોએ હાર્દિક પટેલનાં પુતળાનું કર્યુ દહન

રાજકોટમાં પાટીદારો દ્વારા હાર્દિક પટેલનાં પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ, હાર્દિકે કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત આપવાની ફોર્મ્યુલા માન્ય રાખતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

હાર્દિક પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ દ્વારા પાટીદારોને અનામત આપવાની ફોર્મ્યુલા માન્ય હોવાની વાત કરી હતી. તેથી રાજકોટમાં કેટલાક પાટીદારોએ હાર્દિક દ્વારા સ્વિકારવામાં આવેલ ફોર્મ્યુલાને પગલે હાર્દિક પટેલ એન્ડ ટીમનો વિરોધ કર્યો હતો. જે અંતર્ગત ઉગ્ર સુત્રોચ્ચાર કરી હાર્દિક પટેલનાં પુતળાનુ દહન કર્યુ હતુ.Hardik Patel