રાજકોટમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતમાં બોલાચાલીમાં કરાયું ફાયરિંગ

રાજકોટ ભક્તિનગર પોલીસ મથક વિસ્તારમાં થયેલ ફાઇરિંગ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે . દિવાળીના દિવસે જંગલેશ્વર વિસ્તાર પાસે પર પ્રાંતિય યુવક પર કોઈ અજાણ્યા વ્યક્તિએ બે રાઉન્ડ ફાઇરિંગ કર્યા હતા. ફાઇરિંગમાં ઘવાયેલ પરપ્રાંતીય યુવાનને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.




પ્રથમ દ્રષ્ટિએ પગમાં ઇજાના સામાન્ય નિશાન જોઈ
પોલીસ પણ મુંજવણમાં મુકાણી હતી કે કોઈ ફટાકડાથી ઇજા થઈ હસે કે કેમ. પરંતુ ડૉક્ટરી
તપાસમાં સામે આવ્યું હતું કે ખરેખર ફાયરિંગ જ થયું છે. જે બાદ પોલીસે ઘવાયેલ યુવાન
પાસેથી વિગત મેળવી આરોપીની તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપી નિટેશ ખૂટનું નામ સામે
આવ્યું હતું આરોપીને તેના વિસ્તાર માજ કોઈ છ થી સાત શખ્સો સાથે ફટાકડા ફોડવા બાબતે
બોલાચાલી થઈ હતી અને સામેના પક્ષે ફરીવાર ઝગડો કરવા આવવાની ચેતવણી આરોપીને આપી હતી.
જેથી આ અજાણ્યા પર પ્રાંતિય યુવાન રસ્તા પરથી નિકડતા નિતેશે બે રાઉન્ડ ફાઇરિંગ
કર્યું હતું. ભક્તિનગર પોલીસે દિવાળીની આખી રાત મહેનત કરી આરોપી નિતેશની ગણતરીની
કલાકોમાં જ ધરપકડ કરી તેની પાસે લાઇસન્સ વાળુ હથિયાર સહિતનો મુદ્દા માલ કબ્જે કરી
વધુ કાર્યવાહી હાથ ધરી છે.