/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/09/e7d0ac38-cc9a-470e-a24a-5544c08885ad.jpg)
રાજકોટનાં મવડી પ્લોટ વિસ્તારમાં રહેતા વેકરીયા દંપતીએ આપઘાત કરી લીધો હતો. પતિપત્નીએ બીમારી થી કંટાળીને જીવનલીલા શંકેલી લીધી હોવાનો ઉલ્લેખ સુસાઇડ નોટમાં કર્યો હતો.
ઘટના અંગેની જાણ થતાંની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને તપાસ કરતા પોલીસને સુસાઇડ નોટ પણ મળી આવી હતી.
જેમાં જીવન ટુંકાવનાર દંપતીએ બંને બીમાર રહેતા હોવાથી તેમજ છેલ્લા કેટલાંય સમયથી દવાના સહારે જીવતા હોય અને બીમારીનું દર્દ અસહય બની જતા તેમજ તેનાથી કંટાળી આ પ્રકારનું અંતિમ પગલુ ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો છે.
કેશુભાઈએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યુ છે કે પોતે બિપી, ડાયાબીટીશ તેમજ છાતીમાં દુખાવા અને હાડકાનાં દુખાવાથી પરેશાન છે. પોતે 2012થી બીમારીથી રક્ષણ મેળવવા દવાનો સહારો લઈ રહ્યા છે. તો તેમનાં પત્ની જયાબેન વેકરીયાએ પરિવારજનોને વિનંતી કરતા જણાવ્યુ છે કે તેઓ બંને રાજીખુશી થી આ પ્રકારનુ પગલુ ભરી રહ્યા છે. જેમાં કોઈનો વાંક કે ગુનો નથી.
હાલ પોલીસે પતિપત્નીની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે. અને વધુ તપાસ હાથધરી છે.