રાજકોટમાં બ્લ્યુ વ્હેલ ગેમની રિકવેસ્ટ અને રમવા બદલ થશે કાર્યવાહી : કલેકટર ડો.વિક્રાંત પાંડે

New Update
રાજકોટમાં બ્લ્યુ વ્હેલ ગેમની રિકવેસ્ટ અને રમવા બદલ થશે કાર્યવાહી : કલેકટર ડો.વિક્રાંત પાંડે

રાજ્યમાં બ્લ્યુ વ્હેલ ગેમથી આપઘાતની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ તંત્ર દ્વારા જીવલેણ રમત થી દૂર રહેવા માટે લોકોને સુચનાઓ આપવામાં આવી છે.

રાજકોટ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે બ્લ્યુ વ્હેલ ગેમને લઈ માર્ગદર્શિકા બહાર પાડી હતી. જ્યારે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા બ્લ્યુ વ્હેલ ગેમ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે.

જેમાં બ્લ્યુ વ્હેલ ગેમ રમવાની રિકવેસ્ટ મોકલનાર તેમજ બ્લ્યુ વ્હેલ ગેમ રમવા બદલ પ્રોત્સાહિત કરનાર વિરુદ્ધ 188ની કલમ અંતર્ગત ફોજદારી ગુનો દાખલ કરવાનું જાહેર કરવામાં આવ્યું છે.

Latest Stories