રાજકોટમાં ભક્તોને ગણેશોત્સવ ઇકો ફ્રેન્ડલી ઉજવવાની અપીલ કરતા કલેકટર ડો. વિક્રાંત પાંડે

New Update
રાજકોટમાં ભક્તોને ગણેશોત્સવ ઇકો ફ્રેન્ડલી ઉજવવાની અપીલ કરતા કલેકટર ડો. વિક્રાંત પાંડે

રાજકોટમાં ગણેશોત્વની ઉજવણી પર્યાવરણની સુરક્ષા સાથે કરવા માટેની અપીલ કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા કરવામાં આવી છે.

સરકાર ઈકો ફ્રેન્ડલી ગણપતિ બેસાડવાની લોકોને અપિલ કરી રહી છે, તે અંગે લોકોમાં પણ જાગૃતતા જોવા મળી રહી છે. કનેકટ ગુજરાત સાથેની વાત ચીતમાં ઈકો ફ્રેન્ડલી મુર્તિ ખરીદનાર મહિલાએ જણાવ્યુ હતુ કે આપણુ શરીર પંચમહાભુત માંથી બને છે અને તેમાંજ વિલિન થઇ જાય છે. ત્યારે આપણે જે શક્તિઓને આપણા ધરે લાવ્યા છીએ તે પણ પંચમહાભુતમાં વિલિન થાય તે જરૂરી હોય છે. કારણકે પ્લાસ્ટર ઓફ પેરીસની જે મુર્તિઓ બનતી હોઈ છે. તેનાથી એક તો જળમાં રહેતા જીવોને તકલીફ થતી હોઈ છે. તો સાથો સાથ મુર્તિ પણ યોગ્ય રીતે પાણીમાં ઓગળતી નથી.

જ્યારે રાજકોટ કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા પણ જનહિતમાં અપીલ કરવામાં આવી છે. તેઓએ લોકો પોતાના ઘરે ઈકોફ્રેન્ડલી ગણપતિની મુર્તિ જ લાવે. અને જે લોકો પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિ લાવ્યા છે. તે મુર્તિના વિસર્જન માટે કૃત્રિમ પોન્ડ ઉભા કરવામાં આવશે. તેથી કોઈ જળચર સંપતિ કે જળાશયોમાં રહેતા જીવોને તેમજ પર્યાવરણને નુકશાન ન થાય.