રાજકોટમાં 40 દિવસમાં નકલી પોલીસના નામે લૂંટ ચલાવતી 4 ટોળકી ઝડપાય

રાજકોટમાં નકલી પોલીસનો વેશ ધારણ કરીને લૂંટ ચલાવતી ગેંગને પોલીસે ઝડપી પાડી હતી, 40 દિવસમાં 4 ટોળકીને પોલીસે દબોચી લીધી છે.
રાજકોટ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે પોલીસ દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. અને શહેરમાં નકલી પોલીસ બનીને નિર્દોષ લોકોને લૂંટતી ટોળકીઓ સક્રિય બની હતી. જોકે પોલીસે વિત્યા 40 દિવસમાં આવી 4 ટોળકીને દબોચી લીધી હતી.
ક્યાંથી અને ક્યારે ઝડપાય નકલી પોલીસ :-
રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી તારીખ - 13 ડિસેમ્બર 2016 ના રોજ લાયસન્સ માંગવાના બહાને રૂપિયા 2030ની લૂંટની ઘટના બની હતી, જે બનાવમાં પોલીસે ચાર જેટલા શખ્સોને પકડી પડયા હતા.
રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં તારીખ - 20 ડિસેમ્બર 2016 ના રોજ બે શખ્સોએ ક્રાઈમ બ્રાંચના અધિકારી હોવાનુ કહી એન.આર.આઈ પરિવારની બેગ લઈ નાસી છુટ્યા હતા.
રાજકોટના માલવીયા નગર વિસ્તારમાં તારીખ - 28 ડિસેમ્બર 2016 ના રોજ મોબાઈલ ફોન દ્વારા ફોન કરીને યુવાનોને લલચાવી યુવકને પોલીસ તરીકે ની ઓળખ આપી લૂંટ ચલાવતી ટોળકી ને પણ પોલીસે દબોચી લીધી હતી.
રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બગીચામાં બેેઠેલા કપલને ખોટી રીતે ફસાવી દેવાનુ કહી લુંટી લેતા તત્વો ને પણ પોલીસે ઝડપી પાડીને હવાલાત ભેગા કરી દીધા હતા.
નકલી પોલીસ અને જુદી જુદી મોડસ ઓપરેન્ડી અજમાવીને લૂંટતી કે ઠગતી ટોળકીઓ થી સાવધાન રહેવા માટે લોકોને રાજકોટ પોલીસ અપીલ કરી રહી છે કે કોઈ પણ વ્યક્તિ જો તેમને ત્યાં કોઈ પોલીસ કર્મી કે અધિકારી હોવાનુ આવીને કહે તો સૌ પ્રથમ તેમની પાસે આઈ. કાર્ડ માંગે અથવા તો પોલીસ કન્ટ્રોલ માં જાણ કરે.