New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-359.jpg)
સુરતના સરથાણા વિસ્તારમાં લાગેલ આગની ઘટનામાં ૧૯થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટ આવી પહોંચેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ ઘટનાને દુઃખદ ગણાવતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી દ્વારા મૃતકના પરિવાર જનોને ૪ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી છે.
તો સાથે જ સમગ્ર ઘટનાની તપાસ સિનિયર IAS ઓફિરને સોંપી હોવાનું જણાવ્યું હતું. ત્યારે સુરતમાં બનેલ ઘટના અંગે દોષનો ટોપલો મહાનગર પાલિકા પર ઢોળ્યો હતો.