રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ કરતા કલેક્ટર વિક્રાંત પાંડે

New Update
રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ કરતા કલેક્ટર વિક્રાંત પાંડે

ગુજરાતમાં ચૂંટણીનો શંખનાદ થવાની સાથે જ આચાર સંહિતા લાગુ થઇ છે, રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જિલ્લામાં આચાર સંહિતા લાગુ થવાની સાથે જ ચૂંટણી માટે નોડલ અધિકારીઓની નિમણુંક, ફ્લાઈંગ સ્કોડની રચના અને અન્ય ચૂંટણી સબંધિત જાહેરનામાઓ અંગે કાર્યવાહીનાં આદેશો કર્યા હતા.

Advertisment

રાજકોટ જિલ્લામાં આદર્શ આચાર સંહિતાનો અમલ શરુ થયો છે, જિલ્લા અને શહેર માટે નોડલ ઓફિસર નીમવામાં આવ્યા છે, તો ફ્લાઈંગ સ્કોડની રચના કરવામાં આવી છે, સભા-સરઘસ કે રાજકીય ગતિવિધિઓ હવે ચૂંટણી નિયંત્રણમાં આવી છે, રાજકોટ જિલ્લામાં પરવાનાવાળા 1400 થી વધુ હથિયારો છે, જે પૈકીનાં હથિયારો જમા લેવા આદેશ કરાયા છે, તો 50 હજારથી વધુની રોકડ નાણાંની હેરફેર ઉપર પ્રતિબંધ લાગુ કરાયો છે, સાથે જ જિલ્લાનાં મહત્વનાં હાઇવે ઉપર ચેક પોસ્ટ પણ કાર્યરત કરવા આદેશ થયા છે, તો સંવેદનશીલ મથકો અને અસામાજિક તત્વોને રાઉન્ડઅપ કરવા પણ પોલીસ વિભાગને તાકીદ કરાઈ છે.

રાજકોટ જિલ્લામાં 8 વિધાનસભા સીટો છે, તો શહેરની 3 અને ગ્રામ્યની એક વિધાનસભા બેઠક છે, જેમાં રાજકોટ 69 બેઠક ઉપર ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે, હાઈ પ્રોફાઈલ સીટ હોવાને પગલે પણ તંત્ર એલર્ટ થયુ છે, ચૂંટણી જાહેર થતા જ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની છે, રાજકીય પક્ષોના આરોપ અને આચાર સંહિતા ભંગ અંગેની ફરિયાદો માટે પણ ચૂંટણી અધિકારીએ કંટ્રોલ રૂમ પણ કાર્યરત કર્યો છે.