/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-86.jpg)
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા ગુનાખોરીનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. ત્યારે એકાદ વર્ષ પુર્વે બનેલ બનાવનો વિડીયો સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહ્યો છે. સમગ્ર બનાવની જો વાત કરવામા આવે તો રાજકોટ ગ્રામ્ય પોલીસ હેઠળ આવતા શાપર વિસ્તારમા આવેલી રાદડીયા ઈન્ડસ્ટ્રીઝના કારખાનેદાર સહિત 5 વ્યક્તિઓએ એક દલિત વ્યક્તિને ચોરી કરવા આવ્યાની આશંકાએ ઢોર માર માર્યો હતો. જે તે સમયે આ મામલે રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા 5 શખ્સોની ધરપકડ પણ કરવામા આવી હતી. તો સાથેજ સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ પણ થઈ હતી.
ઉલ્લેખનીય છે કે જે વ્યક્તિને માર મારવામા આવ્યો હતો તેનુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતુ. ત્યારે પોલીસે મૃતકની પત્નીના નિવેદન પરથી ફરિયાદ નોંધી હતી. જે તે સમયે આ બનાવ અંગેનો કારખાનાની બહાર માર મારવામા આવતો વિડીયો વાઈરલ થયો હતો. પરંતુ ત્યારે હાલ સોશીયલ મિડીયામા વાઈરલ થઈ રહેલા વિડીયોથી ફરી એક વાર દલિત શખ્સને ઢોર માર મારવામા આવ્યાની વાત ચર્ચાના ચકડોળે ચડી છે.