રાજકોટ : દુષ્કર્મના આરોપીઓએ ધરપકડથી બચવા તળાવમાં લગાવી છલાંગ, જુઓ પછી શું થયું

રાજકોટની સગીરાને લગ્નની લાલચ આપી દુષ્કર્મના આરોપીને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડયો છે. પોલીસની ધરપકડથી બચવા માટે તેણે લાલપરી તળાવમાં ઝંપલાવી દીધું હતું પણ પોલીસે પણ તળાવમાં કુદીને તેને ઝડપી પાડયો હતો.
રાજકોટ શહેર હોય કે રાજકોટ જીલ્લો દુષ્કર્મની એક બાદ એક ઘટના સામે આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ કુવાડવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ હતી. જેમાં સગીરાના પરિવારજનોએ જણાવ્યું હતું કે નવા ગામમાં આવેલ રંગીલા સોસાયટીમાં રહેતા જીગ્નેશ ધોરીયા નામના શખ્સે તેમની બાળકીનું અપહરણ કરી તેને ગાર્ડનમાં લઈ જઈ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું છે. તો સાથે જ સગીરાને લગ્નની લાલચ પણ આપી હતી.
કુવાડવા પોલીસને બાતમી મળી હતી કે આરોપી જીગ્નેશ થોરીયા લાલપરી તળાવ પાસે આવેલ ઝાડીઓમાં છુપાયો છે. પોલીસ તેની ધરપકડ કરવા માટે પહોંચી ત્યારે પોલીસને જોતાં જ આરોપીએ લાલપરી તળાવમાં ઝંપલાવ્યું હતું. બાદમાં પોલીસે પણ લાલપરી તળાવમાં ઝંપલાવી તેની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી જીજ્ઞેશે કબૂલ્યું છે કે આ અગાઉ પણ તેના પર દુષ્કર્મનો ગુનો નોંધાયો છે અને તેણે રેસકોર્સના લવ ગાર્ડન માં લઈ જઈ તેને સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.