/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-163.jpg)
હવે વાત હૈવાનીયતની હદ્દની... જી, હા રાજકોટમાં 8 વર્ષની દિકરીનું દુષ્કર્મ આચરવાના બદઈરાદા સાથે અપહરણ કરી લેવામાં આવ્યું પણ પોલીસ ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચી ગઇ હતી અને બાળકીને બચાવી હેમખેમ રીતે પરિવારને સોંપી હતી. નિહાળો સમગ્ર ઘટનાનો અહેવાલ
રવિવારે રાજકોટવાસીઓ શરદપુર્ણિમાના ગરબાની મોજ માણી રહયાં હતાં ત્યારે રાજકોટ પોલીસ એક બાળકીનો જીવ બચાવવા માટે દોડધામ કરી રહી હતી. 8 વર્ષીય બાળકી તેની દાદી સાથે ગરબીમાં ગઇ હતી. તે સમયે બાબુભાઈ બાંભવા નામના બાઈક ચાલકે સામેથી લિફટ આપવા બહાને તેણે બાળકીને બેસાડી બાઈક હંકારી મુક્યુ હતુ. જે બાદ પોતાનો ફોન પણ સ્વિચ ઓફ કરી બાળકીને રૈયા ગામના સ્મશાન પાસે અવાવરુ જગ્યાએ લઈ જઈ તેની લાજ લેવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તે બાળકીને એકલી મુકી ત્યાંથી નાસી ગયો હતો. અપહરણની જાણ થતા પોલીસે જુદી જુદી ટીમો બનાવી બાળકીની શોધખોળ શરુ કરી હતી. દરમિયાન નવા 150 ફુટ રીંગ રોડ થી રૈયા ચોકડી તરફ કારમાં આવતા દંપતીએ પીડીતાને એકલી સુમસામ રસ્તા પર જોઈ હતી. જેથી દંપતીએ બાળકી ને તેનુ નામ સરનામુ પુછી બાળકીને તેના માતા- પિતાને સોંપી હતી. વહેલી સવારે અપહરણકર્તાએ પોતાનો ફોન સ્વિચઓન કરતા પોલીસે તેના લોકેશનના આધારે તેની ધરપકડ કરી હતી. આરોપી બાબુભાઈ બાંભવા ભુતકાળમા 7 ગુના આચરી ચુક્યો છે. ત્યારે આ સમગ્ર ઘટના પરથી તમામ માતા પીતાએ એક શીખ લેવા જેવી છે કે અજાણ્યા પર ભરોસો કરી પોતાના સંતાનોને કોઈને સોંપશો નહી.