New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/er.jpg)
- ચોકીદાર ના પુત્રએ 99.22PR મેળવ્યા
- સંજય ધોરીયા નામના વિધ્યાર્થીએ મેળવ્યા 99.22PR
- પિતા માસૂમ સ્કૂલમાં ચોકીદાર તરીકે બજાવે છે ફરજ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનુ પરિણામ જાહેર થયુ છે. જે જાહેર થયેલ પરિણામમા ગુજરાત ભરમા રાજકોટ જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે. ત્યારે રાજકોટની ખાનગી શાળામા ચોકીદાર તરીકે નોકરી કરતા હરેશભાઈ ધોરીયાના પુત્ર સંજયને 99.22 પીઆર આવ્યા છે. ત્યારે પુત્રના આ પ્રકારના પરિણામથી પરિવારમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ત્યારે કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા સંજય ધોરીયાએ જણાવ્યુ હતું કે મે પહેલથી જ રેફરન્સ અને ટેક્ષબુક પર જ મારુ ધ્યાન કેન્દ્રીત કર્યુ હતુ. મારા પિતા રાજકોટમા ચોકીદાર તરીકે નોકરી કરે છે. જ્યારે હુ વીંછીયામા મારા કાકા સાથે રહેતો હતો. ધોરણ 10માં મે 98.64 પીઆર મેળવ્યા હતા. જે બાદ ઉચ્ચ અભ્યાસ અર્થે મારો પરિવાર રાજકોટ આવી ગયો હતો. આજે પણ મારી પાસે મોબાઈલ નથી. હું ભવિષ્યમા કોમ્પયુટર એન્જીનિયર બનવા માંગુ છુ.