રાજકોટ : પત્ની વિશે ટીપ્પણી કરનારા મિત્રની મિત્રએ કરી કરપીણ હત્યા

0
1018

રાજકોટમાં પત્ની વિશે ટીપ્પણી કરનારા મિત્રની મિત્રએ હત્યા કરી નાંખતાં ચકચાર મચી છે. હત્યાની ઘટનાનો વીડીયો વાઇરલ થયો છે. આરોપી જાતે જ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.

રાજકોટમાં તહેવારના સમયે હત્યાનો બનાવ અચૂક બને છે. ત્યારે હાલ સાતમ આઠમ નો તહેવાર ચાલી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રંગીલું રાજકોટ રક્તરંજીત બન્યું છે. પડોશમાં રહેતા અને સાથે કામ કરતા મિત્રો વચ્ચે ખૂની ખેલ સર્જાયો. જેમાં હત્યાના આરોપી દિનેશ ચાવડાએ તેના પડોશમાં રહેતા અને સાથે કામ કરતા જયેશ ચાવડાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કર્યા હોવાનું સામે આવ્યું છે. હત્યા કર્યા બાદ આરોપી દિનેશ ચાવડા પોલીસ સમક્ષ હાજર થયો હતો. તેમજ સમગ્ર ઘટના અંગે પોલીસને વાકેફ પણ કર્યા હતા. આરોપીએ પોલીસને પ્રાથમિક માહિતી આપતા જણાવ્યું હતું કે તેની રિસામણે ગયેલી પત્ની વિશે મૃતક જયેશ ચાવડાએ ખરાબ ટિપ્પણી કરતા તેની હત્યા કરી છે. તો બીજી તરફ મૃતકના સગા એ દિનેશ દારૂ પીવાની કુટેવ વાળો હોઈ તેથી મૃતક જયેશે તેને શેરીમાં કજીયા નહિ કરવા ઠપકો આપ્યો હતો જે બાબતનો ખાર રાખી દિનેશે જયેશ ની હત્યા કરી હોવાનું જણાવ્યું છે. પરંતુ પોલીસ સૂત્રો નું માનીએ તો આરોપી દિનેશ ની પત્ની સાથે જયેશ ને લગ્નેતર સબંધો હતા. થોડા દિવસ પૂર્વે દિનેશ કોઇ કામ અર્થે બહારગામ ગયો હતો. જે સમય દરમિયાન મૃતક જયેશ અને આરોપી ની પત્ની વચ્ચે શારીરિક સંબંધ પણ બંધાયા હોવાની જાણ ખુદ જયેશે દિનેશ ને કરી હતી. જે બાબત નો ખાર રાખી દિનેશે જયેશને મોતને ઘાટ ઉતારી દીધો છે. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Love ni love stories movie

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here