રાજકોટ : બે વર્ષ પુર્વે થયેલ સેલ્સમેનની હત્યાનો ભેદ ઉકેલાયો, તર્પણ વિધી કરવા ગયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

New Update
રાજકોટ : બે વર્ષ પુર્વે થયેલ સેલ્સમેનની હત્યાનો ભેદ ઉકેલાયો, તર્પણ વિધી કરવા ગયેલા આરોપીઓને પોલીસે ઝડપી પાડયા

આપણે ત્યાં એક કહેવત છે કે પાપ છાપરે ચઢીને પોકારે છે. આરોપીઓ ગમે તેટલા શાતિર કેમ ન હોઈ પરંતુ એકના એક દિવસ તેઓ પોલીસના હાથે ચઢી જ જતા હોઈ છે. ત્યારે આવો જ એક કિસ્સો સામે આવ્યો રાજકોટમા, કે જ્યા બે વર્ષ પુર્વે થયેલ સેલ્સમેનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી કાઢયો છે.

ત્યારે જુઓ કઈ રીતે પકડાયા શાતિર આરોપીઓ

રાજકોટ ક્રાઈમ બ્રાંચે પકડી પાડેલ શખ્સોના નામ છે કલ્પેશ માળી, મહેશ ધોળકીયા, વિરલ પેસાવરીયા અને નીહાલ સોલંકી. આ તમામ આરોપીઓ પર આરોપ છે કે તેમણે બે વર્ષ પુર્વે પોતાને ત્યા કામ કરતા શખ્સ પાસેથી 25 લાખ ઉઘરાણી પેટે લેણા નિકળતા હતા. જે પૈસા વ્રજેશ જોશી આપતો ન હતો. જેથી મળવાના બહાને તેને રાજકોટના પટેલનગર સ્થિત કારખાને બોલાવ્યો હતો. જે બાદ તેને ગોંધી રાખી ઢોર માર મારવામા આવ્યો હતો. મારને કારણે તેનુ મોત થઈ ગયુ હતુ. બાદમા પોતાના અંગત વકિલની સલાહ માની લાશને દુર જઈ સળગાવી નાખવાનો પ્લાન બનાવ્યો હતો. જો કે કોઈ જોઈ જશે તેની બીક લાગતા કેરોસીનનો કેરબો લાશ પાસે છોડી જતા રહ્યા હતા.

વ્રજેશ જોશીની હત્યા બાદ કોઈ ને કોઈ કારણોસર હત્યાના મુખ્ય આરોપી અને કારખાનાના માલિક એવા પ્રકાશ માળીને ધંધામા ખોટ જતી હતી. જેના કારણે તેઓ ભુવા ભારાડી અને જયોતિષને બતાવવા જતા હતા. ત્યારે 20 દિવસ પુર્વે એક જયોતિષના કહેવા મુજબ તેઓ વ્રજેશ જોશીના તર્પણ કાર્યે અર્થે પ્રાચી ગયા હતા. જે બાબતની જાણ જયોતિષ દ્વારા પોલીસને થતા પોલીસે તમામ આરોપીઓને પકડી પાડયા છે. જ્યારે કે આ કામનો મુખ્ય આરોપી પ્રકાશ માળી હાલ બેંગલોર તરફ નાસી ગયેલ હોઈ તેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Latest Stories