/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/07170516/maxresdefault-80.jpg)
રાજકોટના ખંઢેરી સ્ટેડીયમમાં આજે ગુરૂવારના રોજ ભારત
અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી ટી- 20 મેચમાં વરસાદનું વિધ્ન નહિ નડવાનો આશાવાદ સૌરાષ્ટ્ર
ક્રિકેટ એસોસીએશનના હોદેદારોએ વ્યકત કર્યો છે.
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ભારત અને બાંગ્લાદેશ
વચ્ચે ટી૨૦ મેચ રમવા જઈ રહ્યો છે ત્યારે બુધવારની સાંજે ભારે વરસાદ થતા ખંડેરી
સ્ટેડીયમમાં પાણી ભરાયાં હતાં. જેના કારણે એક સમયે મેચ યોજાશે કે કેમ તેના પર પ્રશ્નાર્થ મુકાયો હતો. જોકે
ગ્રાઉન્ડ સ્ટાફ દ્વારા ગઈકાલ રાતથી જ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના સેક્રેટરી હિમાંશુ શાહે જણાવ્યું હતું કે આજે મેચ
દરમિયાન વરસાદ નહીં પડે અથવા તો સામાન્ય ઝાપટું થવાની આગાહી છે. બોર્ડના નિયમ અંતર્ગત
જો એક પણ બોલ ન ફેંકાય તો ટિકિટ ખરીદનારાઓને ટિકિટના તમામ પૈસા પરત આપવામાં આવશે પરંતુ
હાલ એવી કોઈ શક્યતા નથી. ઉલ્લેખનિય છે કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ ટેસ્ટ
મેચની શ્રેણી શરૂ થઈ છે તેમાં પ્રથમ મેચમાં ભારતની હાર થઇ છે ત્યારે બાંગ્લાદેશની
ટીમ આજે શ્રેણી પોતાને નામે કરવા માટે મેદાને ઉતરશે તો બીજી તરફ ભારત હારનો બદલો
લેવા અને શ્રેણીમાં ટકી રહેવા માટે મેદાને ઉતરશે