રાજકોટ મહાનગર પાલિકાના સભ્યોનું વેતન બેંક ખાતામાં જમા થશે
BY Connect Gujarat14 Dec 2016 11:05 AM GMT

X
Connect Gujarat14 Dec 2016 11:05 AM GMT
કેશલેસ વ્યવહારોને પ્રાધાન્ય આપવા માટે રાજકોટ મહાનગર પાલિકાએ પણ તેની શરૂઆત કરી છે અને મનપાના સભ્યોના માનદ વેતન હવે સીધા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.
હાલ રાજકોટ મહાનગર પાલિકામાં 38 ભાજપના કોર્પોરેટર છે. તો કોંગ્રેસના 34 કોર્પોરેટર છે. આમ, કુલ મળી 72 કોર્પોરેટરોને અત્યાર સુધી રૂ.4500 લેખે દર મહિને રોકડેથી માનદ વેતન આપવામાં આવતુ હતુ. જે હવે જાન્યુઆરી 2017થી સીધુ જ તેમના ખાતામા જમા થશે. આ માટે મહાનગર પાલિકાને તેમણે પોતાની બેંક ડિટેલ્સ પણ આપવાની રહેશે.
કેશલેસ વ્યવહારોની શરૂઆત કરતા મહાનગર પાલિકા દ્વારા દરેક સિવિક સેન્ટરમાં તેમજ ઝોનલ કચેરીમાં પી.ઓ.એસ મશીન પણ મુક્યા છે. અત્યાર સુધી 18 જેટલા પી.ઓ.એસ મશીન મુકવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યુ છે.
Next Story