રાજકોટ માં યોજાયુ રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલન

New Update
રાજકોટ માં યોજાયુ રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલન

ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશરાવજી એ કર્યા આરએસએસ પર પ્રહાર

રાજકોટ ની ચૌધરી હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર સંમેલન યોજાયું હતુ.જેમાં મોટી સંખ્યા દલિત સમાજના લોકો ઉમટી પડયા હતા.

dalit

આ પ્રસંગે ઉપસ્થિત ડો.બાબ સાહેબ આંબેડકર ના પૌત્ર પ્રકાશરાવજી એ જનસભા ને સંબોધન કર્યુ હતુ.અને તેઓએ જણાવ્યુ હતુ કે આઝાદી બાદ આજ સુધી દલિતો પર અત્યાચાર થતા આવ્યા છે.અને તેઓએ આરએસએસ પર આક્ષેપો કર્યા હતા.

આ ઉપરાંત ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર પ્રકાશરાવ આંબેડકરે કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલે એ આપેલા નિવેદન પર ટીપ્પણી કરતા કહ્યૂ હતુ કે દિલ્હી ખાતે મળેલી દલિતોની બેઠકમાં રાષ્ટ્રીય દલિત સંગઠનને પોતાની રણનીતિ નક્કી કરી લીધી છે અને તેમાં સરકાર સાથે મળેલા કોઈ પણ વ્યક્તિને સામેલ નહિ કરવાનો નિર્ણય લીધો છે.