રાજકોટ: મેઘરાજાએ બોલાવી રમઝટ, મોટાભાગના વિસ્તારો પાણી પાણી

New Update
રાજકોટ: મેઘરાજાએ બોલાવી રમઝટ, મોટાભાગના વિસ્તારો પાણી પાણી

રાજકોટ શહેરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૧૨ ઇંચ વરસાદ સત્તાવાર નોંધાયો છે. વરસાદના પગલે સાવચેતીના ભાગરૂપે શાળા-કોલેજો બંધ રાખવા જણાવાયું છે.

રાજકોટ શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. અનેક વિસ્તારોમાં ઝાડ પડી જવાની ફરિયાદો ઉઠી રહી છે.જો કે તંત્ર દ્વારા ભારે વરસાદની આગાહીના પગલે કારણ વગર બહાર ન નીકળવા પણ સૂચના આપવામાં આવી છે.