રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ ડાકલાના તાલે મારી સાંકળ, મોહન કુંડારીયા પણ હાજર

New Update
રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીએ ડાકલાના તાલે મારી સાંકળ, મોહન કુંડારીયા પણ હાજર

લોકસભાની ચૂંટણી માટે પ્રચાર પ્રસાર જોર શોર થી ચાલી રહ્યા છે. તો તેની સાથેજ પ્રચારના અવનવા રંગ પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક વિડિયો વાઇરલ થયો છે. જેમાં રાજકોટ ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી માતાજીના માંડવામાં ડાકલા ના તાલે પોતાને સાંકળ મારી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. આ સમયે રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર મોહન કુંડારીયા પણ હાજર હતા.

ત્યારે આ સમગ્ર મુદ્દે કનેક્ટ ગુજરાત સાથે ની વાતચીતમાં અરવિંદ રૈયાણીએ જણાવ્યું હતું કે અમે પ્રચાર માટે કુવાડવા પંથકના જુદા જુદા ગામો માં ગયા હતા. આ સમયે ભરાડીયા પરિવાર દ્વારા આયોજિત માતાજીના માંડવામાં અમને પણ આમંત્રણ હતું. જેથી અમે ત્યાં પગે લાગવા ગયા હતા. આ સમયે ત્યાં ભુવાને પગે લાગતા તેમને ત્રણ કોરડા પ્રસાદી રૂપે આપ્યા હતા. જેથી મેં ત્રણ વાર સાંકળ મારા પીઠ પર ઝીલી હતી. હું આગળ પણ માતાજીના માંડવામાં જઈશ. મને માતાજીમાં આસ્થા છે અને તે રહેશે