Connect Gujarat
ગુજરાત

રાજકોટ : લોધિકાના ચિભડા ગામે 4 વર્ષની દીકરી પર 40 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ

રાજકોટ : લોધિકાના ચિભડા ગામે 4 વર્ષની દીકરી પર 40 વર્ષના નરાધમે આચર્યું દુષ્કર્મ
X

રાજકોટ લોધિકાના ચીભડા ગામે 4 વર્ષની બાળકી પર તેના જ મોટાબાપુના 40 વર્ષના મિત્રએ દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે નરાધમને સકંજામાં લઇ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જ્યારે શહેરના ભવનાથપાર્કમાં 9 વર્ષના બાળક સાથે પાડોશીએ જ વિકૃત કૃત્ય કર્યાનું સામે આવ્યું છે. આ કેસમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ હાથ ધરી છે.

લોધિકાના ચીભડા ગામે રહેતી 4 વર્ષની બાળકી શનિવારે બપોરે 1 વાગ્યે બાજુમાં જ રહેતા તેના મોટાબાપુના ઘરે રમતી હતી. ત્યારે તેના મોટાબાપુ અને તેનો મિત્ર ચીભડા ગામનો જ લાલજી હીરા ખીમસૂરિયા ઘરમાં બેઠા હતા. બાળકીના મોટાબાપુ થોડીવાર માટે બાથરૂમમાં ગયા હતા ત્યારે એકલી રમી રહેલી બાળકી પર નરાધમ લાલજીની દાનત બગડી હતી અને બાળકીને પછાડી તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો. મોટાબાપુના મિત્ર લાલજીએ કરેલા કૃત્યથી ડઘાઇ ગયેલી બાળકી ચીંસો પાડીને રડવા લાગી હતી.

Next Story