રાજકોટ : સિવિલ હોસ્પિટલના તબિબે દર્દીને મરી જવાનુ કહ્યું, સમગ્ર મામલાનો વિડીયો વાઈરલ

New Update
રાજકોટ : સિવિલ હોસ્પિટલના તબિબે દર્દીને મરી જવાનુ કહ્યું, સમગ્ર મામલાનો વિડીયો વાઈરલ

સૌરાષ્ટ્રનું હબ ગણાતી રાજકોટ સિવિલ હોસ્પિટલ અવાર નવાર કોઇના કોઇ બહાને વિવાદમાં સપડાતી રહી છે. ત્યારે સિવિલ હોસ્પિટલના તબીબે દર્દીએ સાથે અભદ્ર ભાષામાં વાતચીત કરતો વિડિયો વાયરલ થતા તબીબી આલમમાં ચકચાર જાગી છે. સમગ્ર બનાવની વાત કરવામા આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીને 15 દિવસ માટે આરામ કરવા ડોકટરે સુચના આપી હતી.

Advertisment

તો પ્રત્યુતરમા દર્દીએ ડોકટરને સારવાર માટે કહેતા તબીબ ભડકયા અને દર્દીને કહી દીધું કે દર્દીઓ મરવા માટે જ આવે છે. જે સમગ્ર વાતચીતનો વિડીયો તેના નજીકના સગાવહાલાઓ એ બનાવી વાઈરલ કરતા મેડિકલ કોલેજના ડિન દ્વારા એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે. જે તપાસ કમિટીમા આગામી 8 દિવસમા પોતાનો રીપોર્ટ તૈયાર કરી ડિનને સુપ્રત કરશે. જે બાદ તબિબ વિરુધ્ધ પગલા લેવામા આવશે

  • વાતચીતના અંશ

દર્દી: સાહેબ મને ચાલુ સર્વિસે કહી થઇ જશે તો?

ડોક્ટર: મરી જવાનું

દર્દી: મરી જવાનું? તો હું તમારી પાસે શું કામ આવ્યો છું?

ડોક્ટર: અહીં કંઇ માથાકૂટ ના કર, મારી જોડે નીચે આવી જજે

દર્દી: તો મને 15 દિવસ પછી આવવાનું કહ્યું છે તે લખી દેવું જોઇએ

ડોક્ટર: તું મારી સાથે માથાકૂટ કરમાં, નીચે જતો રહે, હું હાજર નથી.

દર્દી: તમે અહીં બેઠા તો છો

ડોક્ટર: તે મારે તને જવાબ આપવાનો છે, જતો રહે નીચે

દર્દી: તો મને તમે 15 દિવસનું લખી દ્યો

ડોક્ટર: નથી લખી દેવું જા, થાય તે કરી લે

Read the Next Article

હવામાન વિભાગની આગાહી, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદની સંભાવના

આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં

New Update
varsad

આજે સવારે 7 વાગ્યે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક માટે ગુજરાત માટે મહત્વપૂર્ણ આગાહી જાહેર કરવામાં આવી છે.

Advertisment

આ આગાહી મુજબ, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત આજે વહેલી સવારથી જ અમદાવાદમાં મેઘમહેર જોવા મળી રહી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદી વાતાવરણને કારણે વિઝિબિલીટી પણ ઓછી થઈ છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મધ્યમ વરસાદ અને વાવાઝોડાની અસર 

આજે અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, ગાંધીનગર, અમદાવાદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર જેવા જિલ્લાઓમાં મધ્યમ વરસાદ અને હળવા વાવાઝોડાની શક્યતા છે. આ વરસાદ સાથે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની ધારણા છે. 

હળવા વરસાદ અને વાવાઝોડાની અસર 

આ ઉપરાંત, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, કચ્છ, મોરબી, જામનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દિવ, જુનાગઢ, પોરબંદર, અને દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે.

Latest Stories