રાજકોટ : સેલ્ફી પડી ભારે બે યુવકો સહિત ત્રણનાં મોત, રૈયાના પરશુરામ તળાવની ઘટના

રાજકોટના
રૈયાગામ પાસે આવેલાં પરશુરામ તળાવમાં ડુબી જવાથી બે યુવાનો અને એક પ્રોધ્ધના મોત
થયાં છે. તળાવના કિનારે સેલ્ફી લેવાની લ્હાયમાં આ ઘટના બની છે.
સાવધાન!
તળાવનું પાણી ઊંડું હોય કોઈપણ વ્યક્તિએ તળાવમાં ઊતરવું નહીં. જે કોઈપણ વ્યક્તિ
તળાવમાં ઉતરશે તો તેની અંગત જવાબદારી રહેશે. આ લખાણ છે રાજકોટનાં રૈયાગામ નજીક આવેલા પરશુરામ
તળાવની પાળે લગાવેલા
બોર્ડના. જેમાં સેલફીના ચક્કરમાં ત્રણ લોકોના જીવ જતાં રહ્યા છે. તળાવમાં કાળનો
કોળ્યો બનેલા ત્રણેયના નામ અજય પરમાર, શક્તિ સોલંકી અને માછલીને લોટ નાખવા
આવેલા મિર્જા ત્રિભોવન છે. પ્રાથમિક માહિતી અનુસાર અજય અને શક્તિ તેની સ્ત્રી
મિત્રો સાથે સેલ્ફિની લ્હાયમાં તળાવ નજીક ગયા હતા. પરંતુ પગ લપસતા ચારેય તળાવમાં
પડી ગયા હતા. જ્યારે મિર્જા ત્રિભુવન નામનાં પ્રૌઢ તળાવમાં માછલીને લોટ નાખતી વખતે
જોઇ જતા તે બચાવવા પાણીમાં કુદયા હતા. જેમાં તેનું પણ મોત થયું હતું. સ્થાનિક
તરવૈયાઓએ યુવતીને બચાવી લીધી હતી. ફાયર બ્રિગેડ દ્વારા ઘટના સ્થળે પહોંચીને ત્રણ
લોકોની શોધખોળ શરૂ કરાઈ હતી. જેમાં ત્રણના મૃતદેહ મળી આવ્યા હતા. જ્યારે અન્ય એકની
હજુ શોધખોળ ચાલુ છે.