Connect Gujarat
ગુજરાત

રાજકોટ : હેલ્મેટનો કાયદો લાગુ થતાં રાહતદરે કરવામાં આવ્યું બોલબાલા ટ્રસ્ટ દ્વારા હેલ્મેટનું વિતરણ

રાજકોટ : હેલ્મેટનો કાયદો લાગુ થતાં રાહતદરે કરવામાં આવ્યું બોલબાલા ટ્રસ્ટ દ્વારા હેલ્મેટનું વિતરણ
X

રાજ્યભરમાં હેલ્મેટના કડક કાયદાનું પાલન કરવામાં આવી રહ્યું છે. ત્યારે

ગુજરાતમાં પ્રથમ વખત રાજકોટમાં હેલ્મેટનું રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યું છે.

ધનતેરસના દિવસે લોકો સોનાની ખરીદી કરવાના બદલે હેલ્મેટની ખરીદી કરી રહ્યાં

છે. શહેરના સોની બજાર અને પેલેસ રોડ કરતા રાહતદરે હેલ્મેટ લેવા માટે લોકોની ભીડ

જોવા મળી રહી છે. બોલબાલા ટ્રસ્ટ દ્વારા માત્ર 350 રૂપિયામાં ISI માર્કાવાળા

હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેથી લોકો મોટી સંખ્યામાં હેલ્મેટ લેવા

માટે પહોંચી રહ્યાં છે. નહીં નફો નહીં નુકસાનના ધોરણે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ

દ્વારા આ હેલ્મેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.

Next Story