/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/05/maxresdefault-210.jpg)
રાજપીપલા સીવીલ હોસ્પીટલની ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ મુલાકાત લેતા દર્દીઓની હાલત જોઇને તેઓ દ્રવી ઉઠયા હતા. જો કે રાજપીપલા સીવીલ હોસ્પીટલમા ક્ષમતા કરતા વધુ દર્દીઓ દાખલ થયા હોવાનું બહાર આવ્યુ છે
રાજપીપલા સીવીલ હોસ્પીટલની સ્થાપના વર્ષ ૧૯૧૯માં રાજપીપલાના શ્રીમંત મહારાજાએ કરી હતી.૧૯૯૭માં આ હોસ્પીટલને સીવીલ હોસ્પીટલમાં કન્વર્ટ કરાઇ હતી.૮૦ બેડની ક્ષમતા સામે ૧૫૦ દર્દીઓ દાખલ થઇ જતા ખાટલા ખુટી પડયા હોવાનું સાંસદ મનસુખ વસાવાને ધ્યાને આવતા તેઓ તાત્કાલીક પોતાના ટેકેદારો સાથે ત્યા પહોચીને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો. શરૂઆતમાં તો સાંસદ ગુસ્સામાં જણાતા હતા પરંતુ સાચી સ્થિતીનો ખ્યાલ આવતા જ તેઓએ મુખ્યમંત્રીને રજુઆત કરશેનું જણાવ્યુ હતુ. સાંસદ પહોચ્યા ત્યારે હોસ્પીટલનાં તમામ બેડ ફુલ હતા.
જેથી લોબીમાં એક ગાદલા પર ત્રણ-ત્રણ દર્દીઓને સુવડાવ્યા હતા. જો કે સીવીલ સર્જન ત્યા આવી પહોંચતા જ સાંસદ્ને હકીકતથી વાકેફ કરતા જ સાચી સ્થિતીનો ખ્યાલ આવ્યો હતો. હકીકત એવી છે કે, નર્મદા જીલ્લામા રોજ-બરોજ નાનાં મોટા ૪ થી ૫ અકસ્માત થાય છે તેમજ ખાસ કરીને ઉનાળામાં વધુ દર્દીઓ દાખલ થતા જ આ સ્થિતી ઉદભવી હતી.દર્દીઓ વધી પડતા આજથી ૫ વર્ષ પહેલા નવી સીવીલ હોસ્પીટલનું ખાતમુર્હુત કરાયુ હતુ જો કે, ત્યા પણ હોસ્પીટલનાં બાંધકામ બાબતે બે કોન્ટ્રાકટરો વચ્ચે ગજ્ગ્રાહ થતા આખો મામલો હાઇકોર્ટમાં પહોચતા આખી હોસ્પીટલનું કામકાજ ખોરંભે ચઢયુ છે.