રાજપીપળામાં યોજાયેલ સરદાર નર્મદા ટ્રેકમાં 1000 જેટલા કેડેટસે ટ્રેકિંગનો લાભ લીધો
BY Connect Gujarat9 Dec 2016 11:32 AM GMT

X
Connect Gujarat9 Dec 2016 11:32 AM GMT
નર્મદા જિલ્લાના રાજપીપળા NCC એકેડમી જીતનગર ખાતે સરદાર નર્મદા ટ્રેકનો સમાપન કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે નર્મદા જિલ્લા કલેકટર કે.એમ.ભીમજીયાણી, NCC મુખ્યાલય વડોદરા ગ્રુપ કમાન્ડર બ્રિગેડિયર એચ.એસ.ફોજદાર, રાજવી પરિવારના રઘુવીરસિંહજી અને શ્રીમતી રૂક્ષ્મણી દેવી, જિલ્લા શિક્ષણ અધિકારી બારીયા અને કાર્યપાલક ઈજનેર પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
આ ટ્રેકિંગમાં દેશભરમાંથી 17 ડાયરેક્ટરેટમાંથી 27 રાજ્યના કુલ 1000 કેડેટસે ટ્રેકનો લાભ લીધો હતો. ટ્રેક દરમિયાન દરેક કેડેટે 60 કિલોમીટર અંતર કાપ્યુ હતુ. આ કાર્યક્રમમાં વિવિધ સ્પર્ધાઓ પણ યોજાય હતી અને સ્પર્ધામાં વિજેતા રહેલા સ્પર્ધકોને મહાનુભાવોના હસ્તે મેડલ તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
Next Story